ટ્રમ્પના નિવેદનને લીધે TikTok અને માઈક્રોસોફ્ટની ડીલને લાગ્યું ગ્રહણ!
માઈક્રોસોફ્ટ દ્વારા ચાઈનીઝ વીડિયો શેરિંગ એપ ટિકટોકના અમેરિકી ઓપરેશનને ખરીદવાને લઈને હાલ તો વાતચીત અટકી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ એપને સતત બેન કરવાની ધમકી આપી રહ્યાં છે. ટ્રમ્પે શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ટિકટોક બંધ કરવાની યોજના ઘડી રહ્યાં છે જે અમેરિકાથી સંચાલિત સોશિયલ નેટવર્કિંગ સાઈટ યુટ્યૂબ અને ફેસબુકની સંભવિત હરિફ છે.
Trending Photos
નવી દિલ્હી: માઈક્રોસોફ્ટ દ્વારા ચાઈનીઝ વીડિયો શેરિંગ એપ ટિકટોકના અમેરિકી ઓપરેશનને ખરીદવાને લઈને હાલ તો વાતચીત અટકી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ એપને સતત બેન કરવાની ધમકી આપી રહ્યાં છે. ટ્રમ્પે શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ટિકટોક બંધ કરવાની યોજના ઘડી રહ્યાં છે જે અમેરિકાથી સંચાલિત સોશિયલ નેટવર્કિંગ સાઈટ યુટ્યૂબ અને ફેસબુકની સંભવિત હરિફ છે.
વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યાં મુજબ ટ્રમ્પ આ ડીલની વિરુદ્ધમાં છે અને હજુ પણ તેના પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી રહ્યાં છે. હાલ આ એપને બેન કરવાની દિશામાં કોઈ પણ પગલું ઉઠાવવામાં આવ્યું નથી. આવામાં બંને કંપનીઓ ટ્રમ્પના અંતિમ નિર્ણયની વાટ જોઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ડીલથી ટિકટોકને ભારતમાં ફરીથી પગપેસારો કરવા મળશે.
અમેરિકી ઓપરેશનને ખરીદવાની થઈ રહી હતી વાત
અત્રે જણાવવાનું કે ભારતમાં પ્રતિબંધ મૂકાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વિવાદિત ચાઈનીઝ વીડિયો શેરિંગ એપ ટિકટોકને અમેરિકામાં બેન કરવાની યોજના ઘડી રહ્યાં છે. આ બધા વચ્ચે ખબર આવ્યાં કે માઈક્રોસોફ્ટે કંપનીના અમેરિકી ઓપરેશનને ખરીદવાનો નિર્ણય લીધો છે. ટિકટોકની પેરન્ટ કંપની ByteDance એ પણ 100 ટકા રોકાણની મંજૂરી આપી દીધી છે.
વ્હાઈટ હાઉસે આંશિક ભાગીદારીના પ્રસ્તાવને ફગાવ્યો
ByteDance પહેલા ઈચ્છતી હતી કે તે ટિકટોકના અમેરિકી ઓપરેશનમાં આંશિક ભાગીદારી પોતાની પાસે રાખે. પરંતુ વ્હાઈટ હાઉસે તે પ્રસ્તાવને સાવ ફગાવી દીધો. ત્યારબાદ કંપનીએ અમેરિકી ઓપરેશનને માઈક્રોસોફ્ટના હાથે 100 ટકા વેચવાની મંજૂરી આપી દીધી.
ડેટા સુરક્ષાની જવાબદારી માઈક્રોસોફ્ટની રહેશે
આ ડીલ ફાઈનલ થયા બાદ ટિકટોકના અમેરિકી યૂઝર્સની ડેટા સુરક્ષાની જવાબદારી માઈક્રોસોફ્ટની રહેશે. એવા પણ અહેવાલ છે કે માઈક્રોસોફ્ટ ઉપરાંત અન્ય કંપનીઓ પણ ટિકટોકને ખરીદવા માટે સ્વતંત્ર છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ માઈક્રોસોફ્ટ અને આઈટડાન્સ વચ્ચે એડવાન્સ ટોક ચાલુ હતી અને સોમવાર સુધીમાં ડીલ ફાઈનલ થાય તેવી પણ શક્યતા હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે